આછે આપણા …

કપડવંજ નો ઇતિહાસ
કપડવંજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલું શહેર છે, જે કપડવંજ તાલુકાનું મુખ્ય મથક પણ છે. ખેડા જિલ્લામાં આવેલો કપડવંજ તાલુકો આ જિલ્લાનો સોથી જુનો અને નડીઆદ પછીનો સૌથી મોટો તાલુકો છે.

કપડવંજ અથવા કપડવણજ શહેરનું પ્રાચિન નામ કર્પટવણીજ્ય માનવામાં આવે છે. આ નામ અપભ્રંશ પામી “કપડવણજ” થયું અને ત્યારબાદ “કપડવંજ” થયુ. મળી આવેલા તામ્રપત્રો પરથી જાણવા મળે છે કે પ્રાચિન કાળમાં આ નગર કર્પટવાણિજયના નામે પ્રચલિત હતું. આ ઉપરાંત પ્રાચીન અનુમૈત્રિક યુગના નકશાઓ અને જૂના લશ્કરના માર્ગો જોતાં પણ કર્પટવાણિજય શબ્દ મળી આવે છે.

કપડવંજ શહેરની ફરતે પહેલા કોટ બાંધવામાં આવ્યો હતો. તેના પૂર્વિય વિસ્તારને આજે પણ ‘નદી દરવાજા’ અને પશ્ચિમી વિસ્તારને ‘અંતિસર દરવાજા’ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં વિશાળ દરવાજા બાંધવામાં આવ્યા હતા. કપડવંજ કાપડ અને કાચ ઉદ્યોગ માટે પ્રખ્યાત હતું. આજે પણ કપડવંજમાં બનેલી કાચની વસ્તુઓ વડોદરા સયાજીરાવ મ્યુઝીયમમાં સાચવી રાખવામાં આવેલ છે.

કપડવંજ પર સિદ્ધરાજ જયસિંહ, ગાયકવાડથી માંડી અંગ્રેજો સુધી ઘણા શાસકોએ રાજ કર્યું છે. આજે પણ સિધ્ધરાજ જયસિંહે બાંધેલા ભવ્ય તોરણ કપડવંજના ભવ્ય ઇતિહાસની સાક્ષી છે.અહિ સિદ્ધરાજ જયસિંહે બનાવેલ બે વાવ આવેલ છે. જેને કુંડવાવ અને બત્રીસ કોઠાની વાવના નામથી ઓળખાય છે.
કપડવંજ ભૌગોલિક:
કપડવંજ ૨૩.૦૨° N ૭૩.૦૭° E પર વસેલું છે. સમુદ્રની સપાટીથી આ શહેરની સરેરાશ ઊંચાઇ ૬૯ મીટર (૨૨૬ ફીટ) છે. આ શહેર રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯ ઉપર વસેલું છે.

કપડવંજ તાલુકામાં કુલ ૧૦૬ ગામો અને ૮૮ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. કપડવંજ નગરની વસ્તી ૧,૯૯,૪૦૯ની નોંધવામાં આવેલી છે.

કપડવંજના માનવ રત્નો
રાજેન્દ્ર શાહ – પ્રસિધ્ધ ગુજરાતી લેખક, હરિશચંદ્ર જાલીવાલા – ઐતિહાસિક વ્યાપારી, જાબીરભાઈ મેહતા – ફિલાનથ્રોપીસ્ટ, ઈસ્હાકભાઈ બંદૂકવાલા – મુંબઈના મેયર, ચન્દુંલાલ ત્રિવેદી

શિક્ષણ સંસ્થાઓ
પારેખ બ્રધર્સ સાયન્સ કૉલેજ (સ્થાપના ૧૯૬૧), આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, જડાવબા શિશું કેન્દ્ર, માણેકલાલ દેસાઇ કિશોર મંદિર, ચંપકલાલ નવચેતન વિદ્યાલય, શારદા મંદિર, કુમાર શાળા, કન્યા શાળા, એમ. પી. હાઇસ્કૂલ, બી. એડ કોલેજ, માતૃશ્રી મૉઘીબા બાલમંદિર, જીવનશિલ્પ વિદ્યાલય, આદર્શ માધ્યમિક શાળા

કપડવંજના પ્રવાસન
સિદ્ધરાજ જયસિંહના તોરણ, કુંડવાવ અને કુંડવાવનું ટાવર, વ્હોરાવાડનું ટાવર, બત્રીસ કોઠાની વાવ, મહાત્મા ગાંધી ઉદ્યાન, નાના રત્નાકરમાતા મંદિર, સિંધવાઇ માતા મંદિર, પાર્શ્વનાથ દેરાસર, કાચના દેરાસર, પુનિત આશ્રમ, કાચની ભટી, જુમ્મા મસ્જીદ, શ્રી નારાયણદેવ મંદિર (કુંડવાવમાંથી સ્વયંભૂ શ્રી હરિની ચતુર્ભુજ મૂર્તિ)

કપડવંજ તાલુકામાં આવેલાં ગામો
અબોચ, આબવેલ, અઘાટના મુવાડા, આલમપુર, અલવા, આંબલીયારા, અંતિસર, આંત્રોલી, આંતરસુંબા, બાવાનો મઠ, ભાઈલાકુઇ, ભોજાના મુવાડા, ભુંગળીયા, ભુતીયા, ચિખલોદ, દાદાના મુવાડા, દહીયપ, દાણા, દનાદરા, દાંડીયાપુર, દંતાલી, દાસલવાડા, દેરડી પાવઠી, ધુળીયા વાસણા, દુધાથલ, ફાતિયાબાદ, ગરોડ, ઘડીયા, ગઉવા, ગોચરના મુવાડા, હમીરપુરા, ઝગડુપુર, જલોયા, જાંબુડી, કાભાઈના મુવાડા, કલાજી, કંબોયા, કપડવંજ, કરકરીયા, કાશીપુરા, કાવઠ, કેવડીયા, ખડોલ, ખાનપુર, કોસમ (ધોળાકુવા), કોટવાલના મુવાડા, લાડુજીના મુવાડા, લાલમાંડવા, લાલપુર, લાલપુર (નિરમાલી), લેટર, મહમદપુરા, માળ ઇટાડી (બારીયા ભાગ), માળ ઇટાડી (પગી ભાગ), માલાના મુવાડા, મીરાપુર, મોટી ઝેર, નાની ઝેર, નરશીપુર, નાથાના મુવાડા, નવાગામ, નિરમાલી, પાલૈયા, પથોડા, પિરોજપુર, રામપુરા, રામપુરા (સુંદરવાડી), રેલીયા, રોઝાવાડા, રમોસડી, સલોદ, સાવલી, શીહોરા, સીંગાલી, સીંગપુર, સોરણા, સુકી, સુલતાનપુર (તૈયબપુર), સુલતાનપુર (વડાધરા), સુંદા, તૈયબપુર, તળપોદા, તેલનાર, થવાદ, ઠુંચાલ, તોરણા, ઉકરડીના મુવાડા, વડાધરા, વડાલી, વડોલ, વાઘાજીના મુવાડા, વઘાસ, વાઘવટ, વાળવામહુડા, વાંટા, વાસણા, વાવના મુવાડા, વેજલપુર, વ્યાસ વાસણા, વ્યાસજીના મુવાડા, ઝંડા